________________
૩ર૪
ઉપમિતિ કથા સારદ્વાર
મારો સાધમ પ્રત્યેનો પ્રેમ એ એક કપટ છે અને ટો છે આવું કહેવા દ્વારા આપે આપના “દુર્મુખ” નામને સાર્થક બનાવ્યું છે.
આ જાતને મારા સ્પષ્ટ અને દઢ શબ્દો સાંભળી, મનના ભાવે સમજી લઈ દુખે વિચાર કર્યો કે કુમારને જિનશાસન ઉપર રાગ અત્યંત ગાઢ છે, એ ચલિત બને તે સંભવિત નથી. તેમજ કુમારને છે છેડવામાં પણ મજા નથી.
આ વિષયમાં રાજાશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી છે એટલે અવસરે જે ઉચિત જણાશે તે કરીશું, પણ હાલમાં કુમારને કપ ચડે છે. એને શાંત કરૂં. ઉતાવળે આંબા ન પાકે. આ વિચાર કરી મારા પ્રતિ બેલ્ય.
હે કુમારશ્રી! મેંતે આપના હદયની પરીક્ષા માટે જ વાત પૂછેલી, એ માટે બીજે કઈ વિકલ્પ આપે મનમાં કરવાને જ નથી. આપને જિનશાસન ઉપરને રાગ અને સાધમી બંધુઓનું અપ્રતિમ વાત્સલ્ય જોઈ હું ખૂબ પ્રસન્ન થયે છું. પરીક્ષા માટે કહેલા મારા કઠોર વચને મનમાં લાવશે નહિ. આ પ્રમાણે જણાવી મારી રજા લઈ રવાના થયે.
એના ગયા બાદ મને વિચારે આવ્યા કે, આ દુર્મુખ પાપી આત્મા છે. શઠશેખર અને ધૂર્તસમ્રાટ છે. પહેલાં અતિગંભિરતા અને ઉંડી વિચારણા પૂર્વક મને વાત જણાવી પણ મારા ઉત્તર સાંભળી વાતે ટાળવા પ્રયત્ન કર્યો.