________________
કનક શેખર
૩૨૫
આ વાત રજુ કરતી વેળા જે ભાવે અને મુખાકૃતિ હતા, તે મારા ઉત્તર સાંભળ્યા પછી તરત જ બદલાઈ ગયા. વાતે ફેરવી નાખી. આ દુર્મુખ કહે શું અને કરે શું? એ કાંઈ કહી શકાય નહિ. એના વિશ્વાસે રહેવું ઉચિત નથી કયે વખતે શું કરી દેશે! ચેતવા જેવું છેજ.
આ જાતને વિચાર કરી ગુપ્તચર “ચતુર” ને બોલાવે. દુર્મુખ સાથે થયેલી વાત જણાવી અને એની દરેક બાતમી મેળવી લાવવા રવાના કર્યો. એ કેટલાક દિવસ પછી પાછા આવ્યું. અને જણાવ્યું કે
આપની આજ્ઞા સ્વીકારીને અહિંથી હું સીધે દુર્મુખ પાસે ગયે. વિનય અને નમ્રતાથી મેં એમને પ્રસન્ન કર્યા. એમની સેવામાં રહી ગયે અને છેવટે અંગરક્ષક તરીકે ગોઠવાઈ ગયે. એમના વિશ્વાસુ તરીકેની મારી નિમણુંક થઈ. હું એમના ત્યાં શું બને છે એનું ઘણું જ બારીકાઈથી દેખભાળ કરવા લાગ્યું.”
એક દિવસે દુર્મુખે ગામના સારા સારા શ્રાવકેને બોલાવ્યા અને એ આગેવાન શ્રાવકેને જણાવ્યું.
' અરે ! કનકશેખરને તે ધર્મનું ભૂત વળગ્યું છે. એણે રાજ્યને નાશ કરવા ધાર્યો છે, તેથી કુમાર તમને જે દાન માં આપે તે પદાર્થો અને રાજ્ય સંબંધી તમારો કર આ બધું જ તમારે ગુપ્ત રીતે મને આપી દેવું. આ વાતની