________________
૩૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર - સાધમી ભક્તિના નિર્ણયની મેં પિતાજીને જાણ કરી. પૂજ્ય તાતશ્રીએ પણ એમાં પૂર્ણ અનુમતિ આપી. ત્યારથી હું મારા સ્વજનની જેમ સાધમી બંધુઓની ભક્તિ કરતે હ. એ વિષયમાં પિતાજીની આજ્ઞા હોવાથી કેઈ જાતને વાંધે ન હતે.
દિવસે દિવસે ભક્તિભાવમાં વધારે થતે ગયે. મેં રાજ્યમાં છેષણ કરાવી કે “જે મહાનુભાવો પરમશ્રેયસ્કર મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરશે. એને જપ કરશે, એ મહાનુભાવ પાસેથી કઈ જાતને કર લેવામાં આવશે નહિ. શ્રી મંત્રાધિરાજના જપ કરનારને દરેક કરથી મુક્તિ આપવામાં આવશે.” આ રીતે મેં સાધમી બંધુઓને કરમુક્ત બનાવ્યા.
લેકમાં ધર્મભાવનાની વૃદ્ધિ થવા લાગી, એ કારણે કઈ દિવસે રથયાત્રા નિકળે, કઈ દિવસે શાંતિસ્નાત્ર થાય. કઈ વખત સિદ્ધચક મહાપૂજન કે સાધર્મિવાત્સલ્ય કરવામાં આવે. અષ્ટાદ્ધિનકા મહેન્સ પણ ઘણું થાય.
આવા મહામંગલકારી ધર્મકાર્યો દ્વારા પરમ પ્રભાવક શ્રી ધર્મરાજાનું એકછત્રી રાજ્ય ચાલી રહ્યું હોય, તે ભાષ સૌને થતું હતું. જ્યાં જુઓ ત્યાં ધર્મની આરાધના, આરાધનાને આરાધના. આરાધનના ભાવવાળું રાજ્ય બની ગયું.
દુર્મુખ મંત્રીની ઈર્ષા અને ખટપટ : જિનધર્મની સુંદર પ્રભાવના થતી જોઈ મિથ્યાષ્ટિ