________________
કનક શેખર
૩૧૯ ઉધાનમાં પહોંચી ગયે. ભાવભીના હૃદયથી વિધિપૂર્વક વંદના કરી પૂછ્યું.
હે ભગવંત! જિનશાસનમાં સારભૂત વસ્તુ કઈ છે? એ સારભૂત વસ્તુનું રહસ્ય શું છે? કૃપાવંત! કૃપા કરી આપ મને સમજાવે.
ગુરુદેવ – અહિંસા, ધ્યાનયોગ, રાગાદિનિગ્રહ અને સાધમી અનુરાગ. આ ચાર વસ્તુઓ શ્રી જિનશાસનમાં સારભૂત વસ્તુ ગણાય છે.
મેં વિચાર કર્યો, મારા માટે અહિંસાધર્મનું સંપૂર્ણ પાલન કરવું એ અશકય છે. સર્વથા કોઈની કદાપિ હિંસા ન કરવી એ અતિદુષ્કર છે. ધ્યાનગની ચોગ્યતા હાલમાં મારામાં જણાતી નથી. હજી હું વિષય ઉપગને ત્યજી શકતે નથી, ધ્યાન. તે મનને વશ કર્યા પછી બને માટે એ પણ અશકય છે. વળી રાગાદિ શત્રુઓને વિજય એ તે ધ્યાગ કરતાં પણ કઠણ છે. તત્વ પરિણત પુરૂષો માટે શકય છે. મારાથી હાલમાં એ નહિ બને. " ગુરૂભગવતે જે છેલ્લી વાત જણાવી તે બની શકે તેમ છે. સાધમી ભક્તિ અલ્પ પ્રમાણમાં પણ કરી શકું તેમ છું. ત્યાં જ મેં નિર્ણય કર્યો કે “હું શક્તિ મુજબ સાધમ ભક્તિ કરીશ” મુનીશ્ચરને વંદના કરી હું મારા ભવને ગયે.