________________
ઉપમિતિ કથા સારાદ્ધાર સેનાપતિએ જણાવ્યું હે કુમાર ! શ્રી કનકચૂડ રાજા આપના માતાજી શ્રી નન્દાદેવીના ભાઈ થાય છે. અને શ્રી કનકચૂડ રાજાના પુત્ર કનકશેખર છે, તે રીતે શ્રી કનકશેખર આપના મામાના દિકરા ભાઈ ગણાય.
૩૧૬
વાતા કરતાં અમેા કનશેખર કુમારની પાસે પહોંચી ગયા. કનકશેખર તરત જ પિતાજીના ચરણેામાં ઢળી પડયા. પિતાજીએ પ્રેમપૂર્વક એને ઉભા કર્યાં અને ભેટી પડયા.
ઉચિત વિવેક અને સજ્જનતાને છાજે તેવું ગૌરવ ભર્યું બહુમાન કરી ઘણાં આગ્રહ પૂર્ણાંક રાજાશ્રી કનકશેખર કુમારને પાતાના મહેલે લઈ ગયા.
પૂજ્ય પિતાજી અને માતા શ્રી નંદાએ કનકશેખરને કહ્યું, હું કનકશેખર! તું અહીં આવ્યા તે ઘણું સારું કર્યું. તેં તારા નિર્મળ મુખચંદ્રના દર્શન કરાવી અતિ આનંદ આપ્યા. અમે ઘણા વખતથી તારા મુખને જોવા ઈચ્છતા હતા. રહે પુત્ર! આ રાજ્ય પણ તારા પિતાજીનુ જ છે, એમ તારે માનવુ પારકુ છે એવું મનમાં ન લાવીશ. કોઈ જાતના બીજો વિચાર ન કરવા. તદૃન સંકોચ વિના અહિં રહે. આ અધું અને અમે બધા તારાજ છીએ.
નિખાલસ અને સ્નેહભર્યાં વચન સાંભળી કનકશેખરને ખૂબ શાંતિ થઇ. પિતાજીએ મારા મહેલની ખાજુમાં જ રહેવા આલીશાન આવાસભુવન આપ્યુ. નજીકમાં જ રહેવાના