________________
૨૯૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
જુદા જુદા અધ્યવસાયે એ ઉદ્યાનમાં થાય છે.
એટલા માટે જ હે રાજન ! બાળની ગ્યતા અનુ સારે બાળને ત્યાં અધમ અધ્યવસાયે થયા હતા.
શત્રુમન- હે મિત્ર ! તમે મારી શંકાને દૂર કરી. તમને ધન્યવાદ છે. બીજી એક વાત પૂછું. પૂ. આચાર્ય ભગ વંતની પાસે કર્મવિલાસ” રાજાની વાત નીકળેલી, તેમાં તમે જણાવ્યું હતું કે “કર્મ વિલાસ રાજાનું સ્વરૂપ હું આપને જણાવીશ,” તે એ સ્વરૂપ મને સમજાવો.
મંત્રીશ- તે આપ એકાંતમાં પધારે ત્યાં હું સમજાવું. કર્મ વિલાસ રાજાનું સ્વરૂપ :
રાજા અને મંત્રી મનીષીકુમારની રજા લઈ બાજુના ઉપખંડમાં ગયા. ત્યાં મંત્રીએ કહેવાની શરૂઆત કરી.
હે રાજન ! પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રધનરતિ મહારાજશ્રીએ સૌ પ્રથમ ઉત્કૃષ્ટતમ, ઉત્કૃષ્ટ, મધ્યમ, અને જઘન્ય એમ ચાર કક્ષાના માનવીઓ હોય છે એમ આપણને જણાવ્યું હતું.
તેમાં જે ઉત્કૃષ્ટતમ આત્માઓ બતાવેલા, તે કર્મમલની મલીનતાથી મુકત બનેલા “સિદ્ધ પરમાત્મા” સમજવા. ઉત્કૃષ્ટ પુરૂષ આ મનીષકુમાર છે. મનીષકુમારના નાના ભાઈ મધ્યમબુદ્ધિ તે મધ્યમ પુરૂષની ગણનામાં આવે છે. અને અધમતાની પરાકાષ્ટાએ પહોંચેલે “બાળ” તે અધમ કેટીને પ્રાણુ જાણો.