________________
૩૦૨
ઉપમિતિ કથા સારદ્વાર નામની ધજાઓથી શણગારવામાં આવ્યા. તેરણિયા દ્વારે દ્વારે બાંધવામાં આવ્યા. | મહોત્સવ દરમ્યાન શ્રી મનીષકુમાર ગજરાજ શ્રી જ્ય ઉપર બેસી જિનેશ્વર પરમાત્માને વંદન પૂજન કરવા જતાં. રાજાશ્રી શત્રુમર્દન પણ સાથે જ જતા. એ વેળા મનીષી કુમાર એવા શોભતા કે શ્રી શકેન્દ્ર પ્રભુને વંદન કરવા માટે ઐરાવણ હાથી ઉપર બેસી જાણે ન જઈ રહ્યા હોય !! - રાજાશ્રી મનીષકુમારને સુંદર પિષાકમાં સજ્જ કરી રાજશાહી ઠાઠ પૂર્વક નગરના મુખ્ય લત્તાઓમાં લઈ જતાં. શહેરના નાગરિકે આદર પૂર્વક એમને ઠેરઠેર ભાવભીને સત્કાર કરતા. ઘણાં હાથ જોડીને મનીષકુમારની અનમેદના કરતા. મનીષકુમાર પણ હાથ જોડી સત્કાર સૂચક સંમતિ દર્શાવતાં.
આ રીતે મહોત્સવના સાત દિવસે પરિપૂર્ણ થયા અને આઠમે દિવસ આવી પહોંચે.
મનીષી કુમારના દીક્ષાને મંગળદિવસ આવી પહોંચે. ઉચિત ક્રિયાઓને પરિપૂર્ણ કરી દીક્ષાની ભાયાત્રા સંબંધી તયારીઓ થઈ ચૂકી છે. ઉત્તમ મૂલ્યવાન તેમજ સુશોભિત વસ્ત્રો મનીષકુમારને પહેરાવવામાં આવ્યા. હેકારવ કરતા ઉંચા અને ક્ષીર જેવા ધેાળા અશ્વો જેમાં જોડવામાં આવ્યા છે એવા વિશાળ રથમાં મનીષકુમારને બેસાડવામાં આવ્યા. ” શત્રમર્દન રાજા સ્વયં સુવર્ણરથના સારથી બને છે.