________________
પ્રકરણ નવમું કનક શેખર
કથાની અસરઃ આ કથા વિરે. રાજકુમાર નંદિવર્ધનને સંભળાવી અને જણાવ્યું કે, હે રાજપુત્ર ! ગઈ કાલે આ વાર્તા સાંભળવામાં મારે દિવસ પસાર થઈ ગએલ. એ કારણથી હું આપની સમક્ષ આવી શક્યું ન હતું. મને માફ કરજો.”
કુમાર- હે ભદ્ર! તે ઘણું સરસ કર્યું. આ કથા અત્યંત અદ્દભુત છે. મને પણ એ સાંભળતાં ઘણે આનંદ થયે. તને ધન્યવાદ છે. ' અરે ! વાતની શરૂઆત કેટલી સરસ! પાપમિત્રની મિત્રતા કેવી હેળી સળગાવે છે? એમાં જરા પણ શંકા જેવું નથી. બાળે સ્પર્શનની સોબત કરી અને ડગલે પગલે બિચારાને નરક સમી વેદનાઓ વેઠવી પડી. “પાપીની સોબત એ પાપ અને દુઃખનું કારણ છે.”
નંદિવર્ધન કુમારના ઠાવકા વચને સાંભળી વિદુરને