________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૩૭ વારાંગનાઓ બને બાજુ દૂધની ધારા સમા ધવલ ચામરે વીંઝી રહી છે. હંસની પાંખ જેવા વેત છત્રને મસ્તક ઉપર ધરવામાં આવ્યું છે. ભાટ ચારણો અને બારેટો જ્યકાર બેલાવી રહ્યા છે. અનેક જાતના વાજિંત્રે મધુર સ્વરે વાતાવરણને મંગળમય બનાવી રહ્યા છે.
મંત્રીશ્વર સુબુદ્ધિ અને મધ્યમબુદ્ધિ વિગેરે નગરના વડા માનવીઓથી મનીષી કુમારને રથ વિંટળાએલે હતે. નગરજનેના નયનોમાં આનંદ સમાતો ન હતો. ભિક્ષુક લેકેને ઈચ્છિત દાન આપવામાં આવી રહ્યું હતું. અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ એમ ચાર પ્રકારનું મહાસૈન્ય આગળ ચાલી રહ્યું હતું. શેભાયાત્રાના પ્રારંભમાં નિશાન હંકા ઈન્દ્રધ્વજ અને નાનું સૈન્ય હતું. દેવતાઓ પણ આ ઉત્સવ નિહાળવા અમરાપુરીથી અહિં આવ્યા હતા. આ રીતે શેભાયાત્રા નિજવિલસિત ઉદ્યાનમાં આવી પહોંચી. '
મનીષી કુમાર જ્યારથી રથમાં બેઠાં, ત્યારછી જ શત્રુમર્દન રાજા એમના મુખ તરફ વારંવાર નિહાળતા રહેતા. મનીષકુમાર સત્વગુણ આત્મા હતા. છતાં વિશેષથી એ વિષયની પરીક્ષા અને ચકાસણી થાય એ ભાવ રાજાના હૃદયમાં હતે. એથી મનીષકુમાર ઉપર બારીકાઈથી અવલેકન કરતા હતા.
અત્યંત આનંદપ્રદ પ્રસંગ હોવા છતાં પણ કુમારનું હૃદય અને કુમારના નેત્રો નિર્મળતાથી પરિપૂર્ણ હતાં. વિકાર