________________
૨૯૮
ઉપમિતિ કથા સાદ્વાર સ્પર્શનેંદ્રિયમાં આસકિતભાવ જગાવનારા કર્મને સ્પર્શનનું રૂપક આપ્યું છે.
સ્પર્શનેંદ્રિયને પ્રભાવ બાળમાં ઉત્કટ જોઈ શકાય છે. મધ્યમમાં મધ્યમ પ્રકાર હોય છે અને મનીષીમાં તે જરા માત્ર એનું જોર જોઈ શકાય તેમ હોતું નથી.
મંત્રીશ્વર પાસે આ વર્ણન સાંભળીને રાજા તે આશ્ચર્ય વિભેર બની ગયા. અરે ! પૂજ્ય આચાર્ય ભગવંતે નામ જ ણાવ્યા સિવાય અન્યકિતની પદ્ધતિથી આપણને બોધ આવે છે. એ તત્ત્વ-રહસ્ય એ વેળા હું સમજી ના શકે.
મંત્રી સુબુદ્ધિ ચકોર છે. તત્વજ્ઞ છે. એ તત્ત્વના રહને અને એના ઊંડાણમાં રહેલા ભાવેને-સમજી ગયે. “સાધુ પુરૂષોને સુસમાગમ એજ તત્ત્વના મર્મને સમજાવવામાં વિશિષ્ટ કારણ રૂપ હોય છે.” આ પ્રશસ્ય વિચાર કરી રાજાશ્રી બોલ્યા.... | હે મંત્રીશ્વર ! તમારી સમજાવવાની સુબુદ્ધિથી મને પૂજ્યશ્રીના ઉપદેશનું રહસ્ય સમજી શકાયું છે. પણ હવે એક વાત હજુ પૂછવાની છે. રાજાની ઈચ્છા અને મંત્રીશ્વરનો ઉત્તર :
શત્રુમન હે મંત્રી ! મનીષીકુમાર દીક્ષા લેવાનું હાલ થડા સમય પછી રાખે તે સારૂં. મને પણ દીક્ષા લેવાની ભાવના થાય છે. એ વિલંબ કરે તે સાથે સાથે હું પણ દીક્ષા ગ્રહણ કરૂ