________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૯૫ એના અધ્યવસાયે મલીન બને છે, એટલે દ્રવ્યાદિ પાંચ આત્માની પાત્રતાને અનુસારે અનેક રીતે ભાગ ભજવે છે. ' શબ્યુમર્દન- હે મંત્રી! તમે જે દ્રવ્યાદિ ઉપર ભાર મૂકતા , તે પાવન પ્રદશેખર મંદિર બાળને અશુભ વિચારમાં કેમ નિમિત્તભૂત બન્યું. મંદિરના દ્રવ્યાદિ તે પવિત્ર હતા. જે અપવિત્ર માનીએ તે આપણા વિચારે ત્યાં પવિત્ર અને શુદ્ધ કેમ બને?
સુબુદ્ધિ- હે રાજન્ ! કાળ, સ્વભાવ, નિયતિક કર્મ અને પુરૂષાર્થપ વિગેરે સાધન સામગ્રીને પામીને તે ઉદ્યાન અને મંદિર જુદા જુદા કાર્યોને કરે છે. પિતાના આત્માની જે જાતની ગ્યતા હોય તે અનુસાર અધ્યવસાય વિગેરે થાય એ ઉદ્યાનનું નામ “નિજવિલસિત” છે. પિતાના આત્માની યેગ્યતા અનુસાર આત્મા અધ્યવસાયે કરી શકે તેવું ઉદ્યાન જુદા જુદા સહકારી કારણેને પામી
દ્રવ્યાદિ માટેની વધુ સમજુતી માટે કર્મગ્રંથ અને લોકપ્રકાશ આદિ ગ્રંથના અધ્યયનની આવશ્યકતા રહે છે. અથવા ગુન્ગમથી સમજવા પ્રયત્ન કરો.
૧ કાળ- દરેક દ્રવ્યને પ્રત્યેક સમયનો પરિણમન ભાવ. ૨ સ્વભાવ– નિયતિને સ્વતઃ અનુસરે તે સ્વભાવ ૩ નિયતિ– કાર્યપરિણામનો અવિકળ હેતુ તે નિયતિ. જ કર્મ–પ્રત્યેક આત્માનું પ્રત્યેક સંસારી પરિણામનું કારણ તેમે ૫ પુરૂષાર્થ– પ્રયોજન સહાયભૂત થતો પ્રયત્ન તે પુરુષાર્થ