________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૧૯૩
તેમજ ખાળ જેવા અધમ આચરણા મારા જીવનમાં અપનાવેલ નથી તેથી એના કરતાં આગળ વધેલા છું. એટલે હું મધ્યમ વમાં આવી શકું. એ પણ મારૂં અહેાભાગ્ય છે. મારે તા મધ્યમબુદ્ધિના મા પણુ અતિદુર્લભ હતા. આ જાતના વિચાર કરીને શત્રુમન રાજાએ મંત્રીશ પ્રત્યે કહ્યું કે
હું મંત્રીશ ! જ્યારે તમે નિજવિલસિત ઉદ્યાનના પ્રમેાદશેખર ઉદ્યાનમાં લઇ ગએલા તે વખતે મને હૃદયમાં અત્યંત આનંદની ઉમિઓ જાગતી હતી. અપૂર્વ ઉલ્લાસ થતા હતા. જે ઉલ્લાસ શબ્દો દ્વારા વર્ણન કરી શકાય તેમ નથી, એ અપૂર્વ ઉલ્લાસ થવાનું કારણ શું હશે?
વળી એજ પવિત્રતમ સ્થળે પૂજ્ય આચાર્ય ભગવંતની સાન્નિધ્યમાં અને ઘણા મુનિવર તેમજ શ્રોતા વર્ગની ઉપસ્થિતિમાં ખાળને અત્યંત અધમ વિચારશ કેમ આવતા હશે અને અધમ આચરણ કેમ બનતું હશે? એનુ શું કારણ ? પાત્રતા અનુસાર નિમિત્તોની અસરઃ
મત્રીશ-હે નરનાથ ! આપને પ્રમાદશેખર મદિરમાં શુભ અધ્યવસાયા અને ઉલ્લાસ થએલ એમાં આન્ધ્ર માનવા જેવું નથી. કારણ કે એ મંદિર જેવા નામને ધરાવે છે એવાજ એના ઉત્તમ ગુણા છે. પ્રમાદ એટલે આનંદ, ઉલ્લાસ, અને શેખર એટલે ટાંચ, અધિક, અત્યંત. જ્યાં અત્યંત શુભ અધ્યવસાયે થાય તે સ્થાન પ્રમેાદશેખર. તે નિમિત્તથી જ આપના અધ્યવસાય ત્યાં શુભ અન્યા હતાં.