________________
૨૯૨
ઉપમિતિ કથા સારોદ્વાર
ધ પ્રાપ્તિમાં નિમિત્તભૃત થાય છે. એ પણ પરમ ઉપકારી ગણાય છે. એ ઉપકારની તુલનામાં બીજે કેઈ ઉપકાર ન આવી શકે.
વળી આ મધ્યમબુદ્ધિ પણ સાર્થક નામવાળા છે. મધ્યમનું આશ્વાસન મધ્યમવર્ગના પ્રાણીયાને આલખનભૂત થાય છે. જગતમાં સમાન ગુણુ, સમાનવય, સમાનરૂપ અને સમાન સ્વભાવવાળા હાય તા જ મૈત્રી થાય અને ટકી શકે. મધ્યમમુદ્ધિનું વન મધ્યમ હેાવાથી મધ્યમવર્ગના પ્રાણીયાને આદભૂત અને સહાયક બને છે. તેથી મધ્યમબુદ્ધિ સાક નામ ધરાવનાર વ્યક્તિ વિશેષ છે.
રાજાને વિચાર આવ્યા કે, અરે ! અત્યાર સુધી હું મિથ્યાભિમાનમાં જ રચ્યા પચ્યા રહ્યો છું. “હું રાજા છું. પ્રજાપાલ હેાવાથી પ્રજાના સ્વામી છુ, પુરૂષામાં ઉત્તમ છું. પરાક્રમશાલી છું. આ રાજ્ય મારૂ છું, હું રાજ્યના સ્વામી છું” પણ સુબુદ્ધિ મંત્રીએ મને વાતવાતમાં યુક્તિપૂર્વક જણાવી દીધું.
“હે રાજન્ ! તમે મધ્યમની ગણનામાં છે. મધ્યમ વના માનવીની મધ્યમવર્ગના માનવી સાથે મૈત્રી થાય.” મધ્યમમુદ્ધિએ ગૃહસ્થધર્મ સ્વીકાર કર્યાં અને મેં પણ એજ ધમ સ્વીકાર્યા. એટલે હું પણ મધ્યમની ગણનામાં આવી શકું. અત્યાર સુધી મિથ્યાભિમાનને પંપાળનાર મને ધિક્કાર હા.
મનીષીકુમાર જેવા ઉત્તમ પુરૂષા કરતાં હું' હીન છું.