________________
મનીષી કુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૯૧ ગયા. એણે સૌને નમસ્કાર કર્યા. મનીષી કુમારે એક ગ્ય સુખાસન બેસવા આપ્યું અને વિનયપૂર્વક મધ્યમબુદ્ધિ એ ઉપર બિરાજમાન થયા. - શત્રુમર્દન રાજાએ મધ્યમબુદ્ધિને અનુલક્ષી મંત્રીશ્વરને જણાવ્યું. મિત્ર! આ ભાગ્યશાલી પણ મારા મેટા ઉપકારી છે. કારણ કે ગુરૂમહારાજે જ્યારે અપ્રમાદ યંત્રનું વર્ણન કર્યું ત્યારે કાયર યુદ્ધથી ડરે, તેમ કંપી ગયે. મારાથી એ યંત્ર ફેરવી શકાય નહિ અને અકુશલમાળા તેમજ સ્પર્શનને નાશ થઈ શકે નહિ. અપ્રમાદયંત્રનું ચલાવવું મારા માટે અતિમુશ્કેલી ભર્યું જણાયું હતું.
પરન્તુ એ વખતે આ મહાનુભાવે અપ્રમાદયંત્ર ચલાવવા અશક્તિ દર્શાવી અને ગૃહસ્થ ધર્મની માગણી કરી. તેથી ગૃહસ્થ ધર્મ જાણવાની મને જિજ્ઞાસા થઈ. ગુરુદેવશ્રીને પૂછતાં એનું સ્વરૂપ મને જાણવા મળ્યું અને મારું મન પણ ગૃહWધર્મ સ્વીકારવા તત્પર બન્યું. | મારા મનમાં અપૂર્વ શાંતિ થઈ. પરંપરાએ કલ્યાણ થશે, એને સંતોષ અનુભવ્યું. એ સંતોષ અને શાંતિ આ મહાનુભાવને આભારી છે. એ ઉપકારી ખરાને? જે એમણે ગૃહસ્થ ધર્મની માગણી ન કરી હેત તે એ સ્વીકારવાને મને વિચાર કયાંથી કુરતી ' મંત્રીશ્વરે કહ્યું, હે રાજન ! આપે ઘણી સુંદર વાત સ્મૃતિમાં રાખી. આ નશ્વર જગતમાં જે આત્મા બીજાને