________________
રહo
ઉપમિતિ કથા સારદ્વાર
હે મંત્રીશ! તું જે તે ખરો ? જેમણે આજે જ બેધ મેળવે છે. લાંબો સમય પણ થયે નથી, છતાં એમના માં કેટલું સરસ વિવેક છે? કેટલું સરસ તત્ત્વજ્ઞાન આપણને આપી શકે છે?
મંત્રીશ્વરે કહ્યું, હે રાજન ! આમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આમનું નામ મનીષી છે. મનીષી એટલે તત્વના સુંદર જ્ઞાતા અને વિવેચક. એમના માટે કાંઈ પણ કહેવા જેવું હોય જ નહિ. આ પુરૂષે સાર્થક નામવાળા હોય છે. એમને બોધ પણ ઉત્કૃષ્ટ હોય છે. એઓ સદા અંતરમાં જાગૃત હોય છે. ગુરુ ભગવંતે માત્ર નિમિત્ત રૂપે બનતાં હોય છે. સહેજ ગુરુ ભગવંતને વેગ મળે એટલે એમનું તત્વજ્ઞાન ઝળકી ઉઠે છે. મધ્યમબુદ્ધિનું ત્યાં આગમન : - જે વખતે મનીષી કુમારને રાજ્ય મહેલમાં લાવવામાં આવેલા તે વખતે મંત્રીશ્વર સુબુદ્ધિ રાજાશ્રીની આજ્ઞાથી મધ્યમબુદ્ધિને પિતાના સાધમિક બંધુ માની ભક્તિ કરવા સ્નેહપૂર્વક પિતાના આવાસે લઈ ગએલા.
આવાસમાં મધ્યમબુદ્ધિની સુંદર આગતા સ્વાગતા કરવામાં આવી, સ્નાનાદિ કરાવી મધુર ભોજન કરાવ્યું. અને શયન ખંડમાં આરામ કરવાનું જણાવી મંત્રીશ્વર રાજ્ય મહેલે આવેલા.
મનીષકુમાર, શત્રુમર્દન રાજા અને મંત્રીશ્વર સુબુદ્ધિ જ્યાં વાર્તાલાપ કરી રહ્યાં છે, ત્યાં મધ્યમબુદ્ધિ પણ આવી