________________
૨૮૮
ઊપમિતિ કથા સારે દ્વાર વસ્ત્રો બદલીને નિરાશસભાવે ભજનગૃહમાં ગયા.
ભોજનગૃહમાં તે જીહાને આનંદ અને ઉત્તેજના મળે તેવા જાતજાતના પકવાન્ન અને ભાતભાતના ફરસાણ હતા. તરેહ તરેહના શાક અને વિવિધ ભાતના મસાલા, રાયતાં, ચટણ આદિ હતાં. અનેક પ્રકારની વાનગીઓ હતી છતાં મનીષી કુમારે રાગદ્વેષ રહિત નિરાશસ પણે શરીરના નિભાવ માટે જ અલ્પ તેમજ સાત્વિક ભેજન લીધું.
તજ, ઈલાયચી, લવીંગ વગેરે સુગંધિ અને પાચક દ્રવ્ય જેમાં નાખવામાં આવેલાં એવું નાગરવેલનું પાન લીધું, પછી શયનખંડમાં અલ૫ આરામ લેવામાં આવ્યું. આરામ પછી રાજા, અમાત્ય, મનીષી કુમાર વિગેરે સૌ સભા મંડપમાં આવ્યા અને વાર્તા વિહાર કરવા બેઠા,
સુબુધ્ધિની અનુમોદન! વિવેકી રાજાએ મંત્રીને જણાવ્યું, હે બધુ! આવા ઉત્તમ ગૃહસ્થ ધર્મની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાનની રૂચિ દીક્ષા ઉત્સવ ઉજવવને અવસર વગેરે જે મેક્ષ સાધક અંગેની પ્રાપ્તિ થઈ છે, તે તારા રૂડા પ્રતાપે જ પ્રાપ્ત થઈ છે.
સુદેવ, સુગુરૂ, સુધર્મની પ્રાપ્તિ તારા લીધે જ થઈ છે. મનીષકુમાર જેવા નગરરન સાથે સંપર્ક તારા પ્રતાપે થયે છે. તેથી હે મિત્ર ! તું કલ્યાણમાં કારણભૂત બને છે. તું મારે હિતેષી છે.
જે તે ભગવંતને વંદના કરવાની પ્રેરણા ન કરી હતી