________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજ
૨૭૧
કામવર તરત ઉતરી ગયે. ઢીલું ઢચ બની ગયે. પિતાને સાધારણ ચેતના આવી અને અવળે મેં ભાગવા મંચે. શરીરની નબળાઈને કારણે અને રાજાની ગર્જનાથી ઉત્પન્ન થએલી ભીતિના કારણે શરીર પડુંપડું થઈ રહ્યું હતું. આગળ સહેજ વચ્ચે ત્યાં ધબ દઈ ભેંય ઉપર ઢળી પડયો.
આ વખતે સ્પર્શન બાળના શરીરમાંથી બહાર નિકળી આચાર્ય મહરાજાની ક્ષેત્રમર્યાદા બહાર જઈ અવળું મુખ કરી બાળની રાહ જોતે ઊભું રહ્યો.
મનીષી અને મધ્યમબુદ્ધિને બાળના આ જાતના અતિઅધમ વર્તનને જોઈ ખૂબ લજ્જા આવી. “ સજ્જન પુરુષો તે પારકા અધમ કૃત્યને જેઈને પણ લજા પામતા હોય છે. ” બાવળના અધમ વર્તન ઉપર પ્રશ્નઃ
આવા નિર્માલ્ય અને રંક પર શું કેપ કરે ? એ વિચાર કરી રાજા શાંત થઈ ગયે અને આચાર્ય ભગવંત પ્રતિ પ્રશ્ન કર્યો.
હે ભગવન્! આ પામરનું વર્તન કેવું ? ખરેખર કઈને કહીએ તે માને પણ નહિ. બેલતાં લજા આવે. અત્યંત વિચિત્ર આચરણ છે. અત્યંત હિચકારૂં હલકટ અને હિણપત ભર્યું અનાયચરણ ગણાય.