________________
આચાર્ય શ્રી પ્રબોધનતિજી
૨૯૩
સ્પર્શનેંદ્રિયને જિતવી એ અત્યંત દુષ્કર છે. તે જ સ્પર્શનેન્દ્રિય પુરૂષનું રૂપ લઈ સ્પર્શન નામ ધરાવી બાળના શરીરમાંથી નિકળી સભા બહાર બેડે છે.
આ વિશ્વમાં એવું એક પણ પાપ નથી કે જે સ્પર્શનને આધીન થયેલ આત્મા ન આચરતો હોય. નાના મોટા તમામ દુષ્ક સ્પર્શનાધીન થએલા આત્માઓ કરી શકે. આ બાળની અકુશળમાળા માતા છે તે આના શરીરમાં પ્રવેશ કરીને રહેલી છે. તેથી આ મહાશત્રુ એવા સ્પર્શનને મિત્ર સ્વરૂપે માને છે.
વળી પ્રાણીના કર્મ બે જાતના હોય છે. એક સેપક્રમ કર્મ અને બીજા નિરૂપકમ કર્મ. આ કર્મોના બે પ્રકાર સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવેલાં છે.
એ બે પ્રકારમાં સેપક્રમ કર્મ સાધુ ભગવંતના સંયોગથી આત્માના શુદ્ધ અધ્યવસાયથી કે તપશ્ચર્યા વિગેરે નિમિત્તને પામી ક્ષય, ઉપશમ કે પશમપણાને પામી શકે છે.
પરન્તુ નિરૂપકમ કર્મ જ્યાં વૈરભાવ ધરતા પ્રાણીઓના વૈરભાવનું શમન થઈ જતું હોય એવા તીર્થંકર પરમાત્માની વિદ્યમાનતામાં પણ ક્ષય, ઉપશમ કે ક્ષપશમને પામતા નથી. અંધપુરૂષના અંધકારપડલને શું સૂર્ય દૂર કરી શકે? ના.
બાળ અધમકેટને આત્મા છે. અકુશળમાળાએ એના શરીરમાં પ્રવેશ કર્યો છે. સાથે સ્પર્શન પણ મોટે ભાગે રહેતા
૧૮