________________
ઉપમિતિ કથા સારોદ્ધાર હોય છે. એના કર્મો પણ નિરૂપક્રમ છે, આવી પરિસ્થિતિમાં એ અત્યંત અધમ આચરણ કરે એમાં શું આશ્ચર્ય ગણાય?
મંત્રીશ્વર સુબુદ્ધિએ જણાવ્યું, હે ભગવંત ! આપ જે ફરમાવે છે, તે બરાબર તેમજ છે. પરંતુ હવે અમારા રાજા આપશ્રીના ઉત્તમ પ્રભાવથી ઉત્તમ તત્ત્વજ્ઞાનના જ્ઞાતા બનશે. આપની સમજાવવાની અપૂર્વ શલિથી એમને પણ તત્વજ્ઞાન જાણવાની રૂચિ થઈ છે.
ગ્ય સમયે યેગ્ય વાત કહેનારા મંત્રીશ્વરની રાજાએ સ્વમુખે પ્રશંસા કરી અને બાળની ભવિષ્યમાં શી દશા થશે એ પ્રશ્ન આચાર્ય ભગવંતને કર્યો. બાળની ભવિષ્યમાં થનારી હાલત
ગુરુભગવંતે કહ્યું, હે પૃથ્વીપતિ ! આ બાળના હૃદયમાં તમારે ભય ઘણો લાગી ગયા છે. એથી આ સ્થાને એ કાંઈ પણ કુકર્મ કરી શકે તેમ નથી. હાલમાં નિશ્ચષ્ટ જડ જે બની ગયું છે પણ તમારા ગયા પછી એને ચેતના પ્રાપ્ત થશે અને પેલે સ્પર્શન કરી અને શરીરમાં પ્રવેશ
કરશે.
૧ સપક્રમ – સાનુકુળ નિમિત્તા પ્રાપ્ત કરી ઉદયમાં નહિ આવેલા કર્મોને કરણદ્વારા ઉદયમાં લાવીને ભેગવી તે કર્મોના નાશ કરી લેવામાં આવે.
૨ નિરૂપક્રમ – નિમિત્ત મળવા છતાં, જે કર્મો નાશ ન પામે. અવશ્ય ભોગવવા પડતા કર્મો.