________________
૨૮૦
ઉપમિતિ કથા સારદ્વાર
આચાર્યશ્રી– અંતરંગ પ્રદેશમાં એક યંત્ર આવેલું છે. એ યંત્રનું નામ “ અપ્રમાદ” રાખવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ યંત્રના ઉપકરણે–સાધને છે. આ સાધનથી યંત્રની મજબુતાઈ ઘણું વધી છે.
આ યંત્ર અંતરંગ શત્રુઓના નાશ માટે સાક્ષાત્ યમરાજ જેવું વિકરાળ છે. મહાસત્વશીલ આત્માઓ જ આ યંત્રને ચલાવી શકે છે. નબળા માનવીઓનું આ યંત્ર ચલાવવાનું કામ જ નથી. આ યંત્ર અકુશળમાળા અને સ્પર્શનને નાશ સહેલાઈથી કરી શકે છે. ' હે રાજનતમારે અકુશળમાળા અને સ્પર્શનના નાશ કરવાની પૂર્ણ ઈચ્છા હોય તે “ વીર્ય યદિ ” નું આલંબન લઈ તમે પોતે જ એ યંત્રને ચાલુ કરે તેથી એ શત્રુઓને નાશ થશે. મનીષીના દીક્ષા લેવાના ભાવમાં વધારે
મનીષીને હૃદય પ્રદેશમાં કર્મસમુહ રૂપ વૃક્ષેને બાળી નાખવામાં સમર્થ ચારિત્રની વિચારધારા રૂપ અગ્નિ આચાર્ય શ્રીને મંજુલવાણું રૂપ પવન દ્વારા અધિક પ્રમાણમાં વધી ગયે. ચારિત્રને આવરણ કરનારા કર્મો બળીને ભસ્મીભૂત થવા લાગ્યાં.
મનીષીને એક વાતની શંકા થતાં ગુરૂદેવને પૂછયું. ૧ વીર્યચષ્ટિ-પિતાના આત્માના પુરુષાર્થ રૂપ દંડ