________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજી પણ આરાધના કરીએ છીએ તે એ ગૃહસ્થ ધર્મની આરાધના દ્વારા ઉત્કૃષ્ટતમ વર્ગને મેળવવાની શક્તિ પેદા થાય કે ન થાય?
મંત્રીશ! ગૃહસ્થધર્મ પરંપરાએ કારણ છે પણ સાક્ષાત્ કારણ તે પરમ પવિત્ર દીક્ષા છે. ઉત્કૃષ્ટતમ વર્ગની પ્રાપ્તિ માટેની શક્તિ દીક્ષાથી ઘણું જ અલ્પ સમયમાં મેળવી શકાય છે.
આ વાત સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે હું હાલમાં સંસાર તજી દીક્ષા લઈ લઉં એવું બળ મારામાં નથી. પરંતુ પરંપરાએ ઉત્કૃષ્ટતમ પદની પ્રાપ્તિ કરાવે એવા ગૃહસ્થ ધર્મનું શુદ્ધ રીતે પાલન કરવું મારા માટે યેગ્ય
જણાય છે.
બાળનું અત્યંત અધમ વર્તન
બીજી તરફ બાળ ઉપદેશના સમયમાં જ અકુશલમાળા અને સ્પર્શનની પરાધીનતાના કારણે મદનકંદલી મહારાણીના સામેજ વારંવાર જોયા કરતે. ઉપદેશને એક અક્ષર પણ એના અંતઃકરણમાં ઉતર્યો ન હતો. - મદનકંદલી મહારાણીની પ્રાપ્તિના જુદા જુદા ઉપાયની વિચારણાઓના તરંગોથી એનું મન અત્યંત આકુળવ્યાકુળ હતું. રાણીનું રૂપ અને અગાધ આસક્તિના કારણે બાળને
હું કયાં છું? અહીં કણ કણ છે?” એ વિગેરે વાતનું પણું ધ્યાન ના રહ્યું. એની આંખમાં માત્ર મદનકંદલી જ