________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજી
શત્રુમર્દનરાજાએ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય ભગવંતે - જે સ્વરૂપ જણાવ્યું તેને અક્ષરશઃ સ્વીકાર કર્યો. ત્યાર પછી મંત્રીશ્વર સુબુદ્ધિએ બે હાથ જોડી પ્રશ્ન કર્યો. ' હે ભગવંત! આપે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ એમ ચાર જાતના પ્રાણીઓનું સ્વરૂપ પશ્ચાનુપૂવએ બતાવ્યું, તે એ સંબંધમાં મારે આપશ્રીને પૂછવાનું છે કે આ જાતના જુદા જુદા સ્વભાવના આત્માઓ સહજ કારણે હોય છે કે કેઈ નિમિત્તે કારણથી હેય છે? ચાર ભેદ થવાના કારણે શું?
હે મંત્રીશ! આ ભેદો વાસ્તવિક નથી. પણ કારણના લીધે આ ભેદ પડી જતા હોય છે. કારણ ફરતા ભેદોમાં પણ પરિવર્તન થતું રહે છે. | તમને પહેલાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ પ્રાણીનું સ્વરૂપ જણાવેલ. એ બંનેમાં બહુ મેટો તફાવત હેતે નથી. માત્ર એક વાતમાં એ જુદા પડતા હોય છે. એક વાતમાં જુદા પડતા હોવાના કારણે જ ભેદ પડે છે.
ઉત્કૃષ્ટતમ પુરૂષ મનુષ્યભવ પામી, આત્મસ્વરૂપ સમજીને સ્પર્શનેન્દ્રિયને નાશ કરી, સર્વકર્મબંધનેને ફગાવી મેહો ગએલા હોય છે, તેથી તેઓ કૃતકૃત્ય કહેવાય છે.
ઉત્કૃષ્ટ પુરૂષે મનુષ્ય જન્મ પામી, ભવસ્વરૂપ સમજી સ્પર્શનેન્દ્રિયને નાશ કરવામાં ઉદ્યમશીલ હોય છે. કમપરંપરા