________________
=
આચાર્ય શ્રી પ્રધનરતિક
૬૩ વળી સુજ્ઞ વ્યક્તિ એમને અનેક દાખલા દલિત વિગેરેથી સમજાવે ત્યારે સુદેવ સુગુરૂ સુધર્મ વિગેરે તના રહસ્યને સમજી શકતા હોય છે. આપ મેળે ન સમજે, સહેજ માં પણ ન સમજે, તર્કથી સમજનારા હોય છે, આ જાતના પ્રાણીઓને જ્ઞાની ભગવંતે “મધ્યમ” તરીકે ગણાવ્યા છે. - આ વર્ણન સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો ગુરૂભગવંતે જે મધ્યમકક્ષાના પ્રાણીનું સ્વરૂપ દર્શાવ્યું તે મને મારામાં જ દેખાય છે. મારા આચાર વિચારે એ જાતના છે. આ વાત સ્વાનુભવસિદ્ધ છે.
મનીષીએ વિચાર્યું કે પૂજ્ય મહાત્માશ્રીએ જે ગુણે બતાવ્યાં તે મારા વચલા ભાઈ મધ્યમની અંદર બહુ સ્પષ્ટ પણે દેખાય છે. મારો ભાઈ મધ્યમ ગુણવાળો છે. જઘન્ય પ્રાણુનું સ્વરૂપ -
આચાર્ય ભગવંતે કહ્યું- હે રાજન ! મધ્યમ પ્રાણીનું સ્વરૂપ તમને જણાવ્યું. હવે “ જઘન્ય-અધમ” પ્રાણીનું વર્ણન સાંભળે.
જે પ્રાણુઓ સ્પર્શન જેવાં મિત્રને મેળવી ખુશી થાય છે. સ્પર્શન વાસ્તવિક શત્રુ છે છતાં વફાદાર મિત્ર તરીકે માને છે. અધમ પુરૂષનું અંતઃકરણ મેહથી અન્ય બની ગયું હોય છે. સારાસાર વિચાર કરવાની શક્તિ એનામાં હતી - નથી. સ્પર્શન સાથે બહાલા મિત્રની જેમ વર્તન રાખે છે.