________________
આચાર્ય શ્રી પ્રત્યેાધનરતિજી
૨૩૧
સારા આચાર વિચારના પ્રતાપે લેાકમાં પણ સૌને પ્રિય થઈ પડે છે. અવસર આવે પર ઉપકાર કરવામાં જરાય સકેચ રાખતા નથી. એ વખતે પેાતાથી બનતું બધુ જ કરી છૂટે છે. પેાતાના ઉપર કોઈ એ ઉપકાર કર્યાં હાય તા એને કદી પણુ વિસરતા નથી.
હું પૃથ્વીપતિ ! આ આત્માએ પેાતાની સત્બુદ્ધિના પ્રતાપે સુદેવ, સુગુરૂ, સુધર્મ કયા છે? સુતત્ત્વ કયું છે ? એ વિગેરેને સારીરીતે સમજનારા હૈાય છે. કૃતકૃત્ય આત્માએ આવા લક્ષણવંત મહાનુભાવાને ઉત્કૃષ્ટ પુરૂષ તરીકે જણાવે છે.
આ સાંભળી મનીષીને વિચાર થયા કે ગુરૂદેવે ઉત્કૃષ્ટ પ્રાણીના જે ગુણેા વર્ણવ્યા, તે ગુણેાના અનુભવ મને મારામાં પણ થતા જણાય છે.
મધ્યમ બુદ્ધિને પણ થયું, કે ગુરૂદેવે જે બેષ આપ્યા અને એમાં ઉત્કૃષ્ટ આત્મામાં ઘટી શકે એવા જે ગુણાનુ વર્ણન કર્યું છે, તે ગુણા મારા મેાટાભાઈ મનીષીમાં સાક્ષાત્ દેખાય છે.
મધ્યમ પ્રાણીનુ સ્વરૂપ :
ગુરૂભગવંતે કહ્યું. હે રાજન ! ઉત્કૃષ્ટ પુરૂષાના ગુણનુ વર્ણન કર્યું. હવે મધ્યમ પુરૂષાનું સ્વરૂપ જણાવું છું. તે શાંતિથી સાંભળેા.