________________
૨૬ર
ઉપમિતિ કથા સારદ્વાર
જે મનુષ્ય સ્પર્શનની મિત્રતાના કારણે સ્પર્શ જન્ય વસ્તુઓમાં આસક્ત થાય છે. બાળ જેવા ભાઈઓના પ્રતાપે સ્પર્શમાં જ અતિસુખ માનતાં થાય છે. પિતાને પ્રત્યક્ષ અનુભવ પણ એવું જણાય છે. વળી કેટલાક એના પ્રશંસક મળે એટલે દઢ વિશ્વાસ જામે છે.
પરંતુ કેટલાક ડાહ્યા અને હિતૈષી મનુષ્ય સ્પર્શનથી ઉત્પન્ન થતાં પરિણામ જણવે અને દુઃખની પરંપરા વર્ણવી બતાવે ત્યારે વિચારમાં પડી જાય છે. એ એક પણ નિર્ણય ઉપર આવી શક્તા નથી. દુવિધામાં ગેથાં ખાતાં હોય છે.
નિર્ણય કરવા માટે “કાલક્ષેપ” ને મત ધરાવે છે. અવસરે જઈશું, પણ વર્તમાનમાં સુખાભિલાષી તેઓ સ્પર્શ નને અનુકૂળ ચાલે છે. તેઓ અત્યંત આસક્ત બની જતાં નથી. સર્વથા ગુલામ બની જતાં નથી.
જીવનમાં સાક્ષાત્ દુઃખને અનુભવ ન થાય, સ્પર્શનના કારણે થતાં કષ્ટો પિતાના માથે આવી ન પડે, ત્યાં સુધી તેઓ સાધુપુરુષના વચનને માનતા નથી. એ રીતે વર્તવા તૈયાર પણ હોતા નથી.
પિતાની જાતને કષ્ટો વેઠવા પડે અને લાગે કે સ્પર્શનથી સુખ પ્રાપ્ત થતું નથી પણ દુઃખ જ મળે છે. ત્યારે સાધુ પુરૂષના વચન ઉપર એમને પૂર્ણ શ્રદ્ધા બેસે છે.