________________
બાળની વહેબના
૨૭
આ મંત્રીશ્વરે અન્યથી ન બની શકે એવું રાજાશ્રીનું મહાન કાર્ય કરી આપ્યું હતું. એથી રાજા ખૂબ પ્રસન્ન થએલા અને એક વરદાન માગવા જણાવેલું.
દયાળુ મંત્રીશ્વરે કહ્યું : હે કૃપાળુ ! “કોઈ પણ હિંસાના કાર્યમાં આપે મારી સલાહ ન લેવી, એવું મને વરદાન આપો.”
તેથી રાજાશ્રીએ દયાળુ પ્રધાનની સલાહ વિના જ પિતાના સેવકેને આજ્ઞા કરી. “અરે ! આ પાપાત્માને નગરમાં બધાં સ્થળે ફેરવે. બધે વિડંબના–ફજેતા કરી મારી નાખો.” દુષ્ટોને મારી નાખવા એ રાજાઓને ધર્મ છે.
આ સજા સાંભળી ઘણું લેક ખુશી થયા. બાળને ગધેડા ઉપર બેસાડવામાં આવ્યું. કાળી મશી મોઢે ચોપડવામાં આવી. ગળામાં કણેરની માળા અને માટીના કેડીયાને હાર પહેરાવવામાં આવ્યું. મનના વિકલ્પ દિવસભર ભમે છે, તેમ એને આખી નગરીમાં ફેરવવામાં આવ્યું.
શ્યામ સંધ્યાના શનકાર સમયે બાળને સ્મશાન પ્રતિ લઈ ગયા. ત્યાં સમીપે રહેલા વડના ઝાડ સાથે ફોસે આપવામાં આવે. ગળે ફાંસે આપી રાજપુરૂષો અને લેક સમુહ નગર ભણી જતાં રહ્યાં. બાળને બચાવઃ
ભવિતવ્યતાના વેગે બાળને જે ફેસ આપેલ તે દરહુ