________________
२४७
ઉપમિતિ કથા સારોદ્ધાર
લેક સમુહને તિરસ્કાર એ બાળને “ક્ષત ઉપર ક્ષાર”' ની જેમ વધુ દુઃખદાયી થતું. બિભીષણે એ વખતે લેક સમૂહ સમક્ષ બાળનું રાત્રિ સંબંધિ દુષ્કૃત વિગતવાર જણાવી દીધું. ' અરે ! આ બાળની ધીઠ્ઠાઈ તે જુઓ ? દુષ્ટતા અને અધમતાની પણ કોઈ મર્યાદા? એ પ્રમાણે બેલી વધારે અણગમો અને વધારે તિરસ્કાર લોકોએ પ્રદર્શિત કર્યો.
લેક સમુહમાંથી એક આગેવાન પુરૂષ રાજાશ્રી પાસે ગો અને વિનંતી કરી, હે રાજન ! આ દુર્મતિએ મહામહિમશાલી એવા આપનું ઘણું બગાડ્યું છે. આની દુષ્ટતાને સૌને ખ્યાલ આવે અને સૌ કોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે એવી આકરી શિક્ષા ફરમાવજે.
શ્રી શત્રુમન રાજવીને સુબુદ્ધિ નામના શ્રેષ્ઠ પ્રધાન હતાં. તે પરમાર્હત્ શ્રી જિનધર્મના આરાધન કરનારા હતા. એથી એમનાં હૃદયમાં કરૂણાને ધોધ સદા વહ્યા કરતે, અંતઃકરણ શુદ્ધ અને શાંત હતું. જિનપ્રણીત સિદ્ધાન્તના જ્ઞાતા હોવાથી બુદ્ધિ પણ વિશદ હતી. ઈન્દ્રને બૃહસ્પતિ મંત્રી સ્થાને છે તેમ આ બુદ્ધિનિધાન સુબુદ્ધિ શ્રી શત્રુ મર્દનના મુખ્યમંત્રી હતા.
૧. “વાગ્યા પર મીઠું, દાઝયા ઉપર ડામ, પડ્યા ઉપર પાટ” જેવી આ કહેવત છે.