________________
૧૬૫
સ્પશન કથાનક ચરપુરૂષને બોલાવી બધી વિગત જણાવીને સ્પર્શનની મૂળશે માટે રવાના કર્યો.
પ્રભાવ ત્યાંથી નિકળી ઘણાં દેશમાં ફર્યો. પર્શન સંબંધી માહિતી એકઠી કરી. કેટલાક સમય પછી પાછે પિતાના નગરમાં આવ્યું. પિતાના વડાધિકારી બંધ પાસે જાય છે. બધે પ્રભાવનું ઉચિત સ્વાગત કરી બેસવા આસન આપ્યું. ત્યારબાદ પ્રભાવે સ્પર્શન સંબંધી માહિતી મેળવેલી તેની વિગત પૂર્વક રજૂઆત કરી. પ્રભાવનું નિવેદન :
હે બધ૧ આપની આજ્ઞાથી આ નગરમાંથી નિકળીને હું સર્વ બહિરંગ પ્રદેશમાં અત્યંત સાવધાની પૂર્વક ફર્યો, પણ ચાલુ કાર્યની મને કયાંય ગંધ પણ ન આવી. સ્પર્શનનું નામ નિશાન પણ ન જણાયું. તેથી મેં તપાસ કરવા માટે અંતરંગ પ્રદેશમાં પ્રવેશ કર્યો.
રાજસચિત્ત નગર અને ત્યાનાં રાજા દિઃ
અંતરંગ પ્રદેશમાં રાજસચિત્ત” નામનું નગર જોયું. તે નગર ભીલની ક પલ્ટી જેવું હતું. ડગલે ને પગલે એમાં આપત્તિઓ આવવાની સંભાવના રહેતી હતી. ૧ ચર પુરૂષ- ગુપ્તચર. C. I, D. ૨ રાજસયિત્ત– રજોગુણવાળું મન. ભાગ પ્રધાન મન. ૨ પલ્લી લુંટેરા લેકોનું નાનું ગામ.