________________
મળે બુદ્ધિ અને મિથુનયુગલ
૧૭૫ • ગુરૂભગવંતની દેશના અને વ્યંતરદંપતિના પ્રસંગને જોઈ જુ રાજા, પ્રગુણ રાણી, મુગ્ધકુમાર અને અકુટિલીના હૃદયમાં ખૂબ પશ્ચાતાપ થવા લાગે. અધ્યવસાયે શુદ્ધ થવા લાગ્યા, અંત:કરણ નિર્મળ થયું. સૌને ખ્યાલ આવ્યો કે, અમે અણસમજથી ભૂલ કરી છે. સત્ય વસ્તુનું ભાન થયું.. લજજાથી મુખ ઉપર શરમના શેરડા છૂટયા, મુખ નીચાં: નમી ગયા.'
શ્રી ગજુરાજા અને પ્રગુણ રાણીએ વિચાર કર્યો કે. “રાજકુમાર અને પુત્રવધુ બેવડાં થઈ ગયાં એ અણસમજથી સાચું માનીને આ બંને ભેળાઓના જીવનમાં અકાર્ય કરાવનારાં થયાં. અમે મોટી ભૂલ કરી. મુગ્ધ કુમાર અને. અકુટિલાને થયું કે પરસ્ત્રી અને પરપુરુષ સાથે વિષય વિલાસ ભોગવવા દ્વારા અમે અનાચરણ આચરી જીવનમાં પાપ. આચર્યું, કુળમાં કલંક લગાડયું.
આ રીતે પશ્ચાતાપની સરિતામાં ડુબકી લગાવી પવિત્ર: બનવા લાગ્યા. આર્જવ બાળકનું પ્રગટ થવું ,
રાજા, રાણી, કુમાર અને કુમારપત્ની પશ્ચાતાપ દ્વારા પિતાના આત્માની નિર્મળતા કરી રહ્યા છે, ત્યાં “હું તમારી રક્ષા કરીશ, હું તમારી રક્ષા કરીશ” આ રીતે અભયવાણી ઉચ્ચારતું એક બાળક પ્રગટ થયું..
આ ચારે મહાનુભાને શરીરમાંથી જે શુદ્ધ પરમાણુઓ નિકળી રહ્યાં હતાં, એમાંથી આ બાળકના શરીરની રચના