________________
બાળની વિડંબના
૨૧૭ આ ઉદ્યાનના મધ્યભાગમાં મનહર અને લીસા ચમક્તા સંગેમરમરના પાષાણથી બનાવેલા ઊંચા ઊંચા શિખરવાળું ગગન સાથે વાતો કરતું વિશાળકાય ધવલમંદિર હતું. મંદિરના ગર્ભગૃહના મધ્યમભાગમાં સ્ત્રીવલ્લભ રતિપતિ શ્રી કામદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી હતી.
ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિમાં સફળ થવા માટેની પ્રાર્થના કરવા આવનારા ભક્તની સારી સંખ્યા આ દિવસે જણાતી હતી. ઘણું ભાવિકે દર્શન કરી પાછા જઈ રહ્યાં હતાં. મધ્યમબુદ્ધિ અને બાળે દર્શન કરવા મંદિરમાં પ્રવેશ કર્યો અને કામદેવને વિધિપૂર્વક નમસ્કાર કર્યા.
નમસ્કાર કરી મંદિરની પ્રદક્ષિણા ફરે છે અને ઈષ્ટપતિની પ્રાપ્તિ માટે કામદેવની માનતા માનવા આવેલી કુમારીઓનાં મુખડાને જોતાં જાય છે.
આ મંદિરની સમીપમાં રતિપતિ “અનંગદેવનું મનેહર “વાસભુવન” હતું. “વાસભુવન” ગુમ હતું છતાં બાળના જેવામાં એ આવી ગયું. આની અંદર શું હશે ? એ જાણવા અતિ આતુર બન્ય. | મધ્યમબુદ્ધિને દ્વાર ઉપર ઊભે રાખી બાળ “વાસભુવન” માં પ્રવેશ કરે છે. અંદર કામદેવની વિશાળ શય્યા જોવામાં આવી. વિશાળ અને રત્નજડિત પલંગ હતું. એના ઉપર મખમલના પિચ પિચા ગાદલાં બીછાવેલ અને એ ઉપર સ્વચ્છ એછાડ ઢાંકેલ હતું અને એના ઉપર મેગરા, ગુલાબનાં તાજાં ફુલે પાથર્યા હતાં. આ પલંગ શ્રી અનંગદેવ અને રતિદેવીથી અધિષ્ઠત ગણાતે હતે.