________________
બાળની વિડંબના
મનીષી જેવા ગુણવાન અને સજ્જન પુરૂષને સૌ હૃદયથી વખાણે છે. બાળ જેવા અવિવેકી, અવિચારી, અવગુણી, સ્પર્શનને આધીન બનેલા મૂર્ખ માનવીઓને તિરસ્કાર, નિંદા અને ઉપહાસને પાત્ર બનવું પડે છે.
જેઓ મનીષી જેવા ઉત્તમ નથી અને બાળ જેવા અધમ નથી એવા મારા જેવા વચલી કક્ષાના માનવીઓને લેકે કરૂણાની નજરથી જુવે છે. અમારા જેવા ઉપર મધ્યસ્થભાવ રાખે છે.
મારે પણ મોટાભાઈ મનીષીની જેમ ઉત્તમ ઉત્તમ સાત્વિક ગુણોની ખીલવણી માટે સયત્ન કરે જોઈએ. નહિતર જતે દિવસે બાળ જેવી મારી દશા કેમ ન થાય?
જે મારે ગુણશીલ બનવું જ હોય, તે મારે બાળની મિત્રતાને સર્વથા ત્યાગ કરે જ જોઈએ. અવગુણી આત્માને સંસર્ગ કદિ પણ ઉન્નતિ કારક થતું જ નથી. દુષ્ટના સંપર્કથી અભ્યય થાય એ માની ન શકાય.
મોટાભાઈએ સ્પર્શનના સંસર્ગને ન કરવા જણાવેલું પણ મેં હિતશિક્ષા ન માની. વાસ્તવિક અનુભવ પછી વિશ્વાસ જાગે...ભાઈએ જે જણાવેલું તે તદ્દન સત્ય નિકળ્યું. નિર્ણયાત્મક વિચાર કરી મધ્યમબુદ્ધિએ મનીષીને કહ્યું. “ભાઈ! અ
બાળ સાથેના સંસર્ગને સર્વથા ત્યાગ કરૂં છું. “અનેક અનર્થોના કારણભૂત એવા ભાઈને પણ શું કરવાને? કાન તૂટી જાય એવા સુવર્ણ