________________
૨૪૦
ઉપમિતિ કથા સારદ્વાર આભૂષણ શા કામના? બાળની સબતથી મારે દૂર જ રહેવું જોઈએ.
ધન્યવાદ, ધન્યવાદ, એમ મનીષીએ મધ્યમને ધન્યવાદ આપવા દ્વારા સન્માન આપ્યું. છેલ્લે મનીષી માધ્યમની રજા લઈ પિતાના આવાસ ભણી ગયે.
શરમના કારણે મધ્યમબુદ્ધિ મહેલમાંથી કયાંય બહાર જતો નથી. કેઈને પિતાનું મુખ પણ દેખાડતો નથી. એની આંખમાં શરમના શેરડાં દેખાય છે. “ખાનદાન માનવીઓને લજ્જા એ મહાબંધન હોય છે.” લજ્જાના કારણે બહાર જવા આવવાનું પણ બની શતું નથી.
લજા એ લેહશંખલા કરતાં મહાબંધન કારક છે છતાં એને ચર્મ ચક્ષુઓથી જોઈ શકાતી નથી.” બાળની મને દશા :
બાળને શરીરમાંથી અકુશળમાળા અને સ્પર્શન બહાર આવ્યાં. અકુશળમાળાએ કહ્યું, હે વત્સ! તને ધન્યવાદ ઘટે છે.
હે હાલા પુત્ર! જુડા, ચબરાક અને લેકેની આંખમાં ધૂળ નાખનારા મનીષીને તિરસ્કાર કર્યો, તે ઘણું સારું કર્યું. મનીષીને બરાબર સંભળાવ્યું. મારા દિકરાને જે રીતે છાજે તે વર્તન તે કરી દેખાડ્યું, તેથી તું મારો વિનયી પુત્ર છે. માતૃત પુત્ર છે.
સ્પર્શને કહ્યું, હે માતાજી! આપના વિનીત પુત્રને આવે વર્તાવ ઘણે સુયોગ્ય ગણાય. આપના પુત્રે આવા વર્તન દ્વારા