________________
२२४
ઉપમિતિ કથા સારદ્વાર એમ વિચારી મધ્યમબુદ્ધિ મધુરા વચનેથી બાળને સમજાવતાં કહે છે. ' હે ભાઈ! અશુભ વિચારોથી મન પાછું વાળ. નીતિના માર્ગમાં જ મન રાખવું જોઈએ. આપણું ખાનદાનપણને વિચાર કર. તારા અવિનયનું ફળ તું હજુ ભેગવી રહ્યો છે. તને આશાતનાનું ફળ પ્રત્યક્ષ મલ્યું. લેકને તિરસ્કાર ફીટકાર અને માર ઘણે સહન કરવો પડે.
હે બાળ! મેં અને બીજા દયાળુ લેકેએ અનેક વિનંતિ કરી તેને વ્યંતરદેવ પાસેથી મુક્ત કરાવ્યું. આ તે પ્રત્યક્ષ અનુભવ્યું છે. અશુભ વિચારે ન કર. અશુભ વિચારો અનેક યાતનાઓને આમંત્રે છે. “દષ્ટિવિષ સર્પના મસ્તકથી મણિ લે અને મદનકંદલી પ્રાપ્ત કરવા, એ બન્ને સરખા છે. જરા સમજ અને નીતિમાર્ગને અનુસરવાવાળો થા.
બાળને થયું કે મધ્યમબુદ્ધિ મારા હૃદયના ભાવે સમજી ગયે છે. મનના વિચારો છૂપાવવાનો કોઈ અર્થ નથી. એટલે બાળે નફટાઈ ભયે જવાબ આપતાં જણાવ્યું કે—
હે ભાઈ! તું એમ કેમ નથી કહેતો કે મેં જ તને માર ખવરાવ્યા છે? ઉપરથી કહે છે કે મેં તને છોડાવ્યું? ખરી રીતે તે જ આ પાપ કરાવ્યું છે.
કામદેવમંદિરના અધિષ્ઠાયક યંતરદેવના બંધન કે ઘાતથી જે મારું મૃત્યુ થયું હતું તે મૃત્યુની વેદના કરતાં મનઃસંતાપની અધિક વેદના સહન કરવાનું ન રહેત. મરણ કરતાં પણ અન્તસ્તાપ મને અધિક કષ્ટ આપી રહ્યું છે. એ વખતે