________________
૨૩૬
ઉપમિતિ કથા સાદ્વાર મચાવી જેથી આસપાસના લેકે જાણું ગયા અને બાળની પાપ લીલાને અનુમાનથી જાણી ગયા.
તારા અવાજથી તને ઓળખી ગયા અને બાળને કઈ ઉપાડી ગયે એ વાત આખા નગરમાં પ્રચારને પામી.
આ સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે “ઉદરમાં રહેલા ગર્ભની તાત્કાલિક ખબર ન પડે પરંતુ કાલાંતરે અવશ્ય જાણું થાય જ. પાપની જાણ તાત્કાલિક ન થાય એ સંભવે પણ જતે દિવસે જાહેર થયા વિના ન જ રહે. રૂમાં લપટાએલી આગ ચેડા વખત માટે શાંત જણાય. અવસર મલ્યા એટલે ભડકાનું સ્વરૂપ ધારણ કરે.” તેમ પાપો વર્તમાનમાં પ્રગટ ન થાય તે અવસરે સારી રીતે પ્રસિદ્ધિને પામે. પાપીઓના પાપ પીપળે ચડી પિકારે.” એ કહેવત સત્ય છે.
પાપ ઉપર ઢાંક પીછો કરવાની મારી ઈચ્છા ખરેખર અજ્ઞાનને જ સૂચવે છે. પ્રભાતના ઝાંખા પ્રકાશને પણ શું વસ્ત્ર દ્વારા ઢાંકી શકાય છે? - હે ભાઈ મનીષી ! અમારી આ વાત જાણીને આપે, પૂજ્ય પિતાજીએ, અમારા બંનેની માતાઓએ અને નગરજનેએ શું વિચાર કર્યા? અમારી બાબતમાં શું શું બોલતા હતાં ? મનીષી, મધ્યમ અને બાળ માટેના અભિપ્રાય ? | હે મધ્યમ! નિર્ગુણ શિરોમણી બાળ ઉપર મેં માધ્યસ્થ ભાવ રાખે. સહુએ મધ્યસ્થતા રાખવાને ઉપદેશ આપેલ છે. ડાહ્યા માનવીનું ર્તવ્ય છે કે એણે અવગુણી