________________
૨૩૫
બાળની વિડંબના છતાં ભાન આવતું નથી. પરંતુ તારે પણ તારા જીવનને બાળની પછવાડે બરબાદ કરવું છે? તારે પણ તારે વિનાશ નેતર છે?
મધ્યમબુદ્ધિ– ભાઈ! આપની વાત બરાબર જ છે. આટલી વિડંબનાઓ પછી મને વાસ્તવિક્તાનું ભાન થયું. લાંબા ગાળે મને આપને વાતમાં સત્યતા જણાઈ. હવેથી હું આપની આજ્ઞાને માન્ય કરીશ. બાળને મેં પણ ઘણે સમજાવ્યું છતાં એકે વાતને લક્ષમાં લેતા નથી. આજથી મારે બાળના સંસર્ગને સર્વથા ત્યાગ છે. હું બાળ સાથે સંબંધ નહિ રાખું.
હે પ્રિયબંધુ! આપને એક વાત પૂછું? મનીષી– આનંદ પૂર્વક પૂછ.
મધ્યમ સજનેને શરમાવે તેવા બાળના વર્તનની જાણુ પૂજ્ય પિતાજીને તે થઈ નથી ને?
મનીષી– હાલા મધ્યમ ! પૂજ્ય પિતાજીને જ નહિ પણ નગરના એકેએક માનવીને જાણ થઈ ગઈ છે. એકપણ એ માનવી નહિ જડે કે જે આ વાતથી વાકેફગાર ન હેય.
મધ્યમ– આ વાતની બધાને જાણ કેવી રીતે થઈ
મનીષી—હે મધ્યમ ! કામદેવના મંદિરને બન ઘણું માનવ મહેરામણ વચ્ચે બન્યું હતું એટલે સૌ જાણે એમાં નવાઈ નથી જ. બીજો પ્રસંગ પણ વિદ્યાધર જ્યારે બાળને બાંધી આકાશ માર્ગો પલાયન થયો અને તે બુમરાણ