________________
બાળની વિહંગનાએ
૨૫ મારું મૃત્યુ થયું હોત તે ઘણું સારૂં માનત. તારી મૂર્ખતાના કારણે જ આ મહાદુઃખને અનુભવી રહ્યો છું.
બાળને ઉત્તર સાંભળી મધ્યમબુદ્ધિ સમજી ગયા કે આને અશુભ આશય અફર છે. આની બુદ્ધિ હાલમાં ઠેકાણે આવે તેમ નથી. મેં એના સારા માટે જણાવ્યું અને અર્થ અવળો કર્યો.
મધ્યમબુદ્ધિ મૌન રહ્યો અને સવિતાનારાયણે અસ્તાચળને આશ્રય કર્યો. બાળનું મદનકંદલીની શોધમાં જવું અને આકસ્મિક આપત્તિઃ
દિનપતિ સૂર્ય પિતાના કિરણે સમેટી વિદાય થયે એટલે રજનીએ પિતાના અંધકારની શ્યામ છાયા આખા વિશ્વ ઉપર ફેલાવવાનું કાર્ય જોરશોરથી પ્રારંહ્યું.
નગરમાં લેકેની આવ– જા ઘટી ગઈ. સૌ પોતપોતાના ભવનમાં જવા લાગ્યા. ધીરે ધીરે શેરીઓમાં પણ નિર્જનતા થવા લાગી. સૌ શયનમાં આરામથી પોઢી ગયા. સંપૂર્ણ નગર શાંત બની ગયું. મધ્યરાત્રીનો સમય થયો ત્યારે બાળ સદનકંદલી સાથે વિલાસ કરવાના ઉમળકાથી પોતાના મહેલથી રવાના થયે.
બાળ ભયાનક અંધકારવાળી રાત્રીના મધ્ય સમયે ક્યાં જઈ રહ્યો છે? આવો વિચાર કરી ભાઈને સ્નેહથી મધ્યમબુદ્ધિ પણ બાળની પાછળ જાય છે. "