________________
૨૩૦
ઉપમિતિ કથા સારોદ્ધાર બાંધીને યમરાજ સરખે વિદ્યાધર યમપુરી જેવા બિહામણાં સ્મશાનમાં લઈ ગયે.
એ સમશાન ભૂમિમાં ધગધગતા અંગારાથી ભરેલે અગ્નિકુંડ જોવામાં આવ્યા. અગ્નિકુંડની સમીપમાં એક પુરૂષ ઉભો હતો. તે પુરૂષને વિદ્યાધરે કહ્યું, હે રાજન ! તારું ઇચ્છિત કાર્ય પૂર્ણ થયું છે. એક બત્રીસલક્ષણા પુરૂષની પ્રાપ્તિ થઈ છે.
આ માનવીના દેહમાંથી લેહી– માંસ કાઢી એની આહૂતિ આપવાની છે. એક આહૂતિ આપી એક જાપ કરવાને, એ રીતે એક સો આઠ આહુતિ અને જાપ કરવાના.
હર્ષિત થએલે રાજા વિદ્યાધરના કહેવા મુજબ વિદ્યાને જાપ કરવા લાગ્યો.
નિર્દય વિદ્યાધરે અતિતીક્ષણ ચકચકાટ છરે કાઢી મારા શરીર ઉપર કાપ મૂક્યો અને માંસના ટુકડા તેમ જ લેહીને
બે ભારી રાજાને આપે છે. રાજા આહૂતિ આપતે જાય અને મંત્રજાપ કરતે જાય. | નરકસમી દુસહ્ય વેદનાને ભેગવતા અને કરૂણ આકંદન કરતા મને જોઈ વિદ્યાધર પરમાધામીની જેમ ખુશી થાય છે.
જપ વખતે આકાશમાં વેતાલે બિહામણાં રૂપે કરી ડરાવવા લાગ્યા. વ્યંતરા અટ્ટહાસ્ય દ્વારા ગભરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. શિયાળીયાના રડવાને અવાજ વારંવાર કાનપર અથડાતે હતો. લેહી માંસ અને હાડ ચામને વરસાદ વરસતે