________________
૨૩ર
ઉપમિતિ કથા સારોદ્ધાર શિયાળામાં હિમપાત થવાથી વૃક્ષો અને વેલડી વિગેના લીલા પાંદડાં બળીને નિચેષ્ટ બની જાય તેમ લેપના પ્રભાવથી હું પણ નિચેષ્ટ બની ગયે. વૃદના સૂકા ઠુંઠા જે બની ગયે. પછી રાજા અને વિદ્યાધર મને ઉપાડી નગરમાં લઈ ગયા.
નગરમાં ખાટાં પદાર્થો ખવરાવવામાં આવ્યા. જેથી શરીર જા– થરથી કુલી મોટું બની ગયું. રોજ રાત્રે હવનકુંડ પાસે લઈ જવામાં આવતા અને વિદ્યાધર મારા શરીરમાંથી લેહી- માંસ કાઢી રાજાને આપે અને રાજા આહૂતિ આપતે જાય અને જાપ કરતે જાય. આ વિધિ સાત રાત્રિ ચાલી.
આ રીતે સાત દિવસ અસહ્ય પીડા સહન કરવા છતાં મારા પ્રાણ ન છૂટયા. મરણ ન થયું. જીવતે જ રહ્યો. ત્યાર પછી શું બન્યું એ તું જાણે છે. જ્યારે હું અકથ્ય વેદના ભગવતો હતો ત્યારે મને થતું કે આવી કરૂણવેદના નરકની અંદર પણ નારક છે નહિ અનુભવતા હોય, આ છે મારા દુઃખને અનુભવ.
તારા દુઃખો સાંભળી મારું હૃદય ભરાઈ જાય છે. તું આવા દુઃખને સહેવા માટે એગ્ય નથી. તારા શિરે આવા દુઃખ ન જ આવવા જોઈએ. વિધાતાની દુષ્ટતા અને ક્રૂરતા પણ કેવી? અને એની વિડંબના પણ કેવી વિચિત્ર? એમ મધ્યમે દિલસોજી આપી. મનીષીને બેધ અને તેની અસરઃ
લેકવ્યવહારથી મનીષી બાળના ખબર અંતર પૂછવા