________________
૨૦૮
ઓ ઉપમિતિ કથા સારોદ્ધાર રજુ રાજા– ભદંત ! આ ત્રણે બાળકના કાયે કેવાં છે ? એમનું સ્વરૂપ કેવું છે?
અજ્ઞાનનું સ્વરૂપ :
આ કૃષ્ણવર્ણ શ્યામ બાળક તે સર્વદોષનું કારણ છે. એ બાળક જેના શરીરમાં હોય ત્યાં સુધી સત્ય અસત્યને વિવેક થઈ શકતું નથી. આ કાર્ય કરવા યેચું છે અને આ કરવા ચગ્ય નથી એ જાતનું ભાન હેતું નથી. ભક્યાભર્યો કે પિયા પેય શું, એની વિચારણા હેતી નથી.
અજ્ઞાનને ભેગતૃષ્ણા સાથે ગાઢ મિત્રતા છે. અજ્ઞાન હેય તે જ ભેગ તૃષ્ણા રહે. જે અજ્ઞાન ન હોય તે ભગ તૃષ્ણ આવે નહિ અને કદાચ આવી જાય તે પણ સ્થિરતા પૂર્વક રહી શકે નહિ અલ્પ સમયમાં વિદાય લઈ લે છે. પાપનું સ્વરૂપ
ઉપર જે અજ્ઞાનનું સ્વરૂપ આપણે જોયું તે જ અજ્ઞાન પાપ” રૂપ બાળકને ઉત્પન્ન કરે છે. સાધુપુરૂષે “પાપ”ને દુઃખના કારણભૂત જણાવે છે. આ પાપ પ્રાણીઓને અત્યંત ઉદ્ધગ કરાવે છે. આ જગતમાં જેટલા દુઃખ, સંતાપ, કલેશે છે તે બધા “પાપ”ના પાપી પ્રતાપે છે.
પાપ” હિંસા અસત્ય વગેરેથી ઉત્પન્ન થાય છે અને અજ્ઞાનથી હિંસા અસત્ય વગેરેમાં પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાનથી બચવા અહિંસા વગેરેને પાલન કરવું જોઈએ. અહિંસા વગેરેના પાલન માટે અજ્ઞાન દૂર કરવું જોઈએ.