________________
૨૨
ઉપમિતિ કથા સારદ્વાર માટે શું શું વિચારે કરેલા ? આપે મનમાં મારા માટે કેવી ધારણું બાંધી ?
હે પ્રિયે ! મુગ્ધ કુમારને મારી સ્ત્રી સાથે અસદાચાર કરતો જોઈ એને મારી નાખવાનો વિચાર આવ્યું. પરંપુરૂષ સાથે પતિ પ્રમોદ કરતી તને જોઈ મારી નાખવાનું મન થયું. પણ તું દેવજાતિની હેવાથી મરી શકે નહિ માત્ર દુઃખી થાય, વળી અકુટિલાને ઉપાડી દૂર પ્રદેશમાં ચાલ્યાં જવાનું મન થયું છેવટે કઈ જાતને સાહસ ન કરવાનું અને કાળ વિલંબ કરવાને નિર્ણય કર્યો.
કાલજ્ઞને જે જે વિચારે આવેલા તે બધા વિચાર સરલ હૃદયે પિતાની પત્ની વિચક્ષણને જણાવી દીધાં.
વિચક્ષણએ કહ્યું- હે આર્યપુત્ર! આપનું નામ “કાલ છે, તે ખરેખર સત્ય છે. આપ નામથી અને ગુણથી “કાલ સમયના પારખુ છે. મને અનાચાર કરતી જોઈ છતાં આપે ઉતાવળું પગલું ન ભર્યું તે ઘણું સારું કર્યું. સમય પસાર કરવામાં લાભ જ થયે.
કાલસે પૂછ્યું : પ્રિયે ! હું કુલવિણવાના બહાનાથી અકુટિલ પાસે જતો રહ્યો એ વાત જાણ્યા પછી મારા માટે તારા નિર્મળ હૃદયમાં શું ભા થયા ? કેવી લાગણીના તરંગે ઉઠયાં ?
વિચક્ષણાએ મુગ્ધ કુમાર સાથે રહેતા જે જે ઉમિ ઉઠેલી અને સ્ત્રીસુલભ જે કમળ લાગણી થયેલી તેનિખલાસપણે લજજાના કારણે નીચુ મુખ રાખી જણાવી દીધી.