________________
૨૦૬
ઉપમિતિ કથા સારદ્વાર થઈ હતી. બાળક શરીરે સુડોલ અને સ્વચ્છ હતું. મનને પ્રસન્નતા કરનારૂં અને આંખને આહ્લાદ કરનારું હતું. તેજસ્વી અને હસમુખું હતું. તે આચાર્યભગવંતની સન્મુખ આવી બેસી ગયું. બીજા બે શ્યામ બાળકનું પ્રગટન :
આ બાળકના પછી બીજા એક બાળકે દેખાવ દિધે. તે રંગે શ્યામ અને દેખાવમાં બેડેળ હતું. વળી જતાં ઉદ્વેગને ઉત્પન્ન કરે તેવું અશુભ હતું.
બીજા બાળક પછી ત્રીજે બાળક દેખાય. એ બીજા બાળક જે રંગે શ્યામ પણ ભયંકરતા અને ભયાનક્તામાં એ ઘણું આગળ વધે તેવું હતું. બહાર આવતાની સાથે ધુંવાડાના ગોટાની જેમ એકદમ વધવા લાગ્યું. વ્યંતરની જેમ દીર્ઘકાય બનવા લાગ્યું. | આ બાળકને વધતાં જેઈને વેતવણું પ્રથમ બાળકે જોરથી એના માથામાં મુક્કો માર્યો અને આગળ વધતાં અટકાવી મૂળ સ્થિતિમાં લાવી દીધે.
શ્યામવર્ણી બંને બાળક સભામાંથી બહાર નિકળી દૂર ચાલ્યા ગયા અને ત્યાં અવળું મુખ કરી બેસી ગયા. ત્રણે - બાળકની આ જાતની રીતભાત સભાજનેને અત્યંત આશ્ચર્ય ચક્તિ બનાવતી હતી. આ શું બની રહ્યું છે, આ બાળકો કોણ છે એ વિગત જાણવા માટે સૌ ઉસુક બની ગયાં હતાં. એ વખતે નિર્મળ આશયશીલ રાજાને ઉદેશી આચાર્ય ભગવંતે જણાવ્યું કે