________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
પાપથી હિંસા અને હિંસાથી પાપ એમ અન્ય અન્ય હેતુ છે. એકથી બચવા બીજાને ટાળવે જરૂરી છે. પાપ અટકે તે હિંસા અટકે અને હિંસા અટકે તે પાપ અટકે. આ વિષચક્ર અનાદિકાળનું છે. અને અનર્થમૂળ છે. આર્જવનું સ્વરૂપ :
વધતા જતા પાપને આવે અટકાવી મૂળસ્થિતિમાં બનાવી દીધું એ તમે જોયું. આર્જવ પ્રાણીઓના આશયને નિર્મળ રાખે છે. હૃદયના ભાવેને શુદ્ધ રાખે છે. અંતઃ કરણને ઉજવળ રાખે છે. તેથી મનને પાપ આચરવા પ્રેરણા મળી શકતી નથી. પ્રેરણાના અભાવે પ્રાણીઓ પાપ આચર શક્તા નથી, તેથી તે મૂળસ્થિતિમાં જ રહેવા પામે છે પણ પ્રમાણથી મેટા કે વધુ થઈ શક્તા નથી.
“આર્જવ બાળકે તમને જણાવ્યું હતું કે હું તમારું રક્ષણ કરીશ, હું તમારું રક્ષણ કરીશ.” જે ભાગ્યવાનના હૃદયમાં આર્જવ હોય છે, તેના પાપે આગળ વધી શક્તા નથી પણ જ્યાં હોય ત્યાં જ અટકી જાય છે. અજ્ઞાનથી કદાચ “પાપ” કરે તે પણ એ વૃદ્ધિ પામતા નથી. ' “આર્જવ” યુક્ત આત્માઓ નિષ્કપટ અને નિર્મળતા ભર્યું જીવન જીવીને સંસાર સમુદ્રને પાર મેળવી શકે છે. એને સંસારમાં લાંબો સમય પસાર કરવાનું રહેતું નથી.
જે પુણ્યવાના હૃદયમાં “આર્જવ વાસ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. પ્રશંસા કરવા લાયક અને અનુમોદનીય છે.
૧૪