________________
-સ્પર્શન કથાનક કરચલીઓ પડી ગઈ, અને તરત જ સંતોષ– ચરના નાશ માટે પ્રસ્થાનભેરી વગાડવાને સેવકને આદેશ આપ્યા અને પ્રસ્થાનભેરી સાંભળી લશ્કર યુદ્ધ માટેની તૈયારી કરવા લાગ્યું.
યુગના અતિમ સમયે અતિપ્રકાશિત અને અતિદાહક બનનારા સૂર્ય જેવા તેજસ્વી મહારાજ શ્રી રાગકેશરીને જોઈ વિષયાભિલાષ મંત્ર એ શાંતિપૂર્વક કહ્યું કે–
હે રાજરાજેશ્વર નિર્બળ અને ભિખારી એવા સંતોષ ઉપર આટલે ક્રોધ અને એને જિતવા આવી મેટી તયારી તે હેય? ' અરે! મદ કરતાં મદોન્મત્ત હાથીઓના ગંડસ્થાને ચીરી નાખનારા વનરાજ સિંહને ભેળા હરણ ઉપર ત્રાપ મારવા માટે મોટો પ્રયત્ન કરવાનું હોય ખરા? - આપની સામે સંતોષની કઈ તાકાત? એ બિચારાનું કેટલું ગજું? એ નાદાન છે, અણસમજુ છે. - રાજેશ્વરે જણાવ્યું, હે મંત્રીશ! તારી વાત સત્ય છે. પણું પાપાત્મા સંતોષે તારા ઘરના વિશ્વાસુ સ્પર્શન વિગેરે. પાંચ માણસોના પરાભવ કરવા દ્વારા અમારા હૃદયને ખૂબ આઘાત પહોંચાડે છે અને અત્યંત ઉદ્વેગ આપે છે. અમારી શાંતિમાં ભંગ કર્યો છે, માટે જયાં સુધી એ દુશમનને ઉખેડી ન નાખું, સર્વથા નાશ ન કરૂં, ત્યાં સુધી મન આનંદ નહિ થાય. હું શાંત રહી ન શકું.
- મંત્રીશ્વરે જણાવ્યું, હે રાજન ! આપની વાત બરાબર છે, પણ આ કાર્ય બહુ જ નાનું છે, એ માટે ઘણા પરિશ્રમની