________________
૧૯૪
ઉપમિતિ કથા સારોદ્ધાર અકુટિલાએ આ વાત માન્ય કરી અને બંને જણા જુદી જુદી દિશામાં ફૂલે ચૂટવા ગયાં. કાલજ્ઞ અને વિચક્ષણું વ્યંતર દંપતિએ કરેલ ગોટાળ :
આ દંપતિ જ્યારે જુદી જુદી દિશાઓમાં કુલે ચૂંટવામાં ફૂતિ બતાવી રહ્યાં છે, તે જ વખતે એક વ્યંતર યુગલ આકાશ માર્ગે પસાર થઈ રહ્યું છે. તે યુગલમાં વ્યંતરનું નામ હતું “કાલજ્ઞ અને વ્યંતરીનું નામ “વિચક્ષણ” હતું.
ફૂલ વિણતી અકુટિલા કાલવ્યંતરના દષ્ટિપથમાં આવી. નિહાળતાની સાથે જ એ રૂપવતીના રૂપમાં અતિમૂચ્છિત બની ગયે. અને ફૂલ વિણતે મુગ્ધકુમાર વિચક્ષણા વ્યંતરીના જોવામાં આવી ગયે. કામદેવ જેવું સ્વરૂપ જોઈ એ વિહ્વળ બની ગઈ. મુગ્ધકુમારમાં આસક્ત બની ગઈ ઇંદ્રિય ઉપર સંયમ કેળવે એ અતિગહન વસ્તુ છે. ઇંદ્રિયો ઉપર સરલતાથી જિત મેળવી શકાય તેમ નથી.”
કાલણ વિચાર કરે છે કે હું અકુટિલા પાસે જાઉં, અને એ વાતની જાણ વિચક્ષણને થાય તે નવી મુશીબત આવી પડે. એટલે વિચક્ષણ જાણે નહિ અને હું અકુટિલા પાસે જઈ આઉં. એ માટે કેઈ યુક્તિ અજમાવી પડશે.
કાલસે કહ્યું, હે દેવી! તું ધીરે ધીરે આગળ જા. આપણે દેવની પૂજા પાઠ માટે જઈ રહ્યાં છીએ. હું દેવની પૂજાભક્તિ માટે થોડા ફૂલે લઈ આવું. આ રાજભુવનના