________________
પ્રકરણ ચોથું
સ્પર્શનની યોગશક્તિ સ્પર્શનને સદાગમના નામ માત્રથી થતી ધ્રુજારી :
એક દિવસે મનીષી અને સ્પર્શની વાત કરતાં બેઠાં હતાં. અવસર જોઈ મનીષકુમારે સ્પર્શનને એક પ્રશ્ન કર્યો.
મનીષી–હે સ્પર્શન ! સદારામે ભવ્યાજથી તારે વિરહ કેમ કરાવ્યો? એને તમારી મિત્રતામાં ડખલ કેમ નાખી? તારે વિરહ કરાવ્ય એ વખતે સદારામ સાથે બીજે કઈ હતું?
સ્પર્શન– મિત્ર મનીષી! સદારામ સાથે બીજે એક માણસ હતે.
મનીષી– એનું શું નામ હતું?
સ્પર્શન– ભાઈ! એનું નામ જવાદે. એનું નામ લેતાં મારું શરીર ધ્રુજવા લાગે છે. મારા હૃદયમાં ભયનાં કંપને ઊભાં થાય છે. એ દુષ્ટના નામની વાત પણ આપ ન કરશે, એનું નામ લેતાં મને ગભરામણ થાય છે.
2.