________________
સ્પર્શનની યોગશક્તિ
૧૮૨ અમને જણાવી પણ નહિ, ગુપ્ત જ રાખી. સુખને ઉપાય તારી પાસે હતો છતાં કેમ ન જણાવ્યું? આ તે કઈ મિત્રતા કહેવાય? ગુપ્ત રાખવું એ ગંભીર બીના તરીકે લેખાય. હવે તું અમને તારી શક્તિને પરિચય કરાવ. અમને તારી
ગશક્તિને લાભ આપ. - “કેમ મારી ચેગશક્તિને પરિચય કરાવું ?” મનમાં સંદેહાત્મક અભિપ્રાય બાંધીને સ્પર્શને મનીષી તરફ નજર ફેંકી. બાળની જેમ મનીષીને મારી વેગશક્તિ જેવાની ઈચ્છા છે કે નહિ તે જાણવા સ્પર્શને મનીષીના મુખારવિંદ તરફ નિહાળ્યું.
મનીષીએ વિચાર કર્યો કે આ શું કરે છે અને શું નહિ તે જોઉં તે ખરે! પછી જણાવ્યું. હે સ્પર્શન! બાળે તને જે ગશક્તિ બતાવવા કહ્યું તે તું કરી બતાવ, એમાં શું ખોટું છે?
આ સાંભળી સ્પર્શન ખુશી થયો. પદ્માસન કરી શરીર સ્થિર બનાવ્યું. મનને બીજે જતું અટકાવી સ્પર્શ. થિર કર્યું. ધારણું, ધ્યાન, સમાધિ વિગેરે રોગોના બરાબર ટૅગ કરી સ્પર્શને બન્ને કુમારના શરીરમાં પ્રવેશ કર્યો. કુમારની ચામડીમાં એકમેક–તદાકાર તદ્રુપ બની ગયો.
ગશક્તિ અસર : | સ્પર્શનના શરીરમાં પ્રવેશ દ્વારા બાલના હદયમાં તુરત જ મૃદુ અને સ્નિગ્ધ પદાર્થોના સ્પર્શની ભાવના જાગી.