________________
૧૭૮
ઉપમિતિ કથા માદ્વાર કે સદાગમ તે માત્ર ઉપદેશ દેનારા હતા, પણ પિલે વ્યક્તિ તે બીજે જ હ. કુકમીએ મારા મર્મ– સ્થાનેમાં ઘા મારી મારી મને વીંધી નાખ્યું હતું અને અત્યંત અસહ્ય પીડાઓ ઉભી કરી હતી.
આવા પાપી આત્માઓનું નામ લેવું પણ સારું નથી. પાપી માણસેના નામ લઈએ. કથા –ાત કરીએ તે આપણું શુભ કાર્યોમાં વિઘ આવે, માટે આપ નામ લેવાની વાતમાં જરાય આગ્રહ ન કરશે. એ પાપીના નામને દૂર મૂકે.
મનીષી–હે સ્પર્શન! તારી વાત તે સાચી છે, પણ મને એ માણસના નામને જાણવાની ખૂબ તાલાવેલી જાગી છે, એ જ્યાં સુધી નહિ જાણું ત્યાં સુધી ચેન નહિ પડે. માટે તું નિર્ભય બની જાવ. હું તારી પાસે જ બેઠો છું. તું શા માટે ગભરાય છે? જરાય બીવાની જરૂર નથી. તું તારે બેધડક નામ જણાવ.
નામ લેવા માત્રથી પાપ કાંઈ ચિટી જાય ખરાં? ના ૨ ના. અગ્નિ, અગ્નિ એમ બેલવા માત્રથી આગ લાગે ખરી? કોઈ દાઝે ખરા? તું ગભરાઈશ નહિ. એનું નામ જણાવી દે.
સ્પર્શન– આપના આગ્રહ આગળ હું લાચાર છું. આપના આગ્રહને હું પાછો કેમ ઠેલી શકું? એ પાપીનું નામ કોઈને પણ ન ગમે તેવું છે, સૌ એને “સંતેષ” કહીને બોલાવે છે.