________________
સુધારનો ઉપાય
- ૧૫ એ નગર આંતરિક કલેશે અને બાહા ઉપદ્રવથી રહિત છે. સર્વગુણેનું નિવાસ સ્થાન છે. કલ્યાણનું ધામ છે મંદભાગી આત્માએ એ નગરને પામી શકતા નથી અને જેઈ પણ શકતા નથી.
આ નગરના અધિપતિ શ્રી “શુભ પરિણામ નામના રાજા છે. જેઓ દુષ્ટ જનેને દબાવી દેવામાં સમર્થ છે. શિષ્ટ અને સજ્જન પુરૂષની ઉન્નતિમાં સહાયતા કરવામાં ઉદ્યમશીલ છે.
શ્રી શુભ પરિણામ રાજાને “નિષ્પકંપતા નામના મહારાણું છે. જેમનામાં સમતા, નમ્રતા, સરલતા સંતેષ નિર્મળતા વગેરે ગુણે શોભી રહ્યાં છે. શરીરનું લાવણ્ય અપ્સરાને પણ ઈર્ષા ઉપજાવે તેવું આકર્ષક છે. શીયળ ગુણ
એ એના જીવનમાં મૂખ્ય આભૂષણ છે. અને તેથી જ નિષ્પકંપતા મહારાણી પિતાના પતિદેવને અતિ વલ્લભ છે.
શ્રી શુભ પરિણામ રાજા અને નિષ્પપતા મહારાણીને ક્ષાંતિ નામની એક પુત્રી છે. તે ગુણ રત્નના માટે સુંદર મંજૂષા જેવી છે. અનેક ગુણથી શ્રેષ્ઠતા પામેલી છે. તેથી સાધુપુરૂષના હૃદયમાં સદા પિતાનું અનેખું સ્થાન ધરાવે છે. - સાધુપુરૂષના હૃદયમંદિર સિવાય રહેવું એ એના મનને પસંદ નથી. ક્ષાંતિ જેના હૃદયમાં હોય એ મનુષ્ય પરમ ૧ શુભ પરિણામ–સારા વિચારે. ૨ નિષ્પકંપતા-ચપળતા ચંચળતા રહિત ચિત્તની અવસ્થા. ૩ ક્ષાંતિ– હૃદયને સમતા ભાવ. ૧૦