________________
પ્રકરણ ત્રીજું
સ્પર્શન કથાનક ક્ષિતિપ્રતિષ્ઠિત નાગર, કર્મવિલાસરાજા અને એને પરિવાર :
આ મનુજગતિ નગરીમાં ભરત નામના પાડામાં “ક્ષિતિ પ્રતિષ્ઠિત” નામનું નગર હતું, આ નગર અનેક જાતની સંપત્તિની વિશાલતાથી ઘણું જ રમણીય દેખાતું હતું.
આ નગરમાં શ્રી કર્મવિલાસ” નામના મહાબલવાન રાજા હતા. એમને શુભ સુંદરી” તેમજ અકુશલમાલા” નામની બે રાણીઓ હતી. શુભ સુંદરીને “મનીષીનામને પુત્ર હતું અને અકુશલમાલાને “બાલ” નામને પુત્ર હતે. ૧ કર્મ વિલાસ– જેવા કર્મો કર્યા હોય તેવાને ભોગવટે. ૨ શુભ સંદરી– શુભ વિચારોની પરંપરા. ૩ અકુશલમાલા- ખરાબ વિચાર શ્રેણી. ૪ મનીષી– વિચાર પૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ. ૫ બાલ– ભવિષ્યમાં આવનારા પરિણામોને વિચાર કર્યા વિના કાર્ય કરનાર વ્યક્તિ.