________________
૧૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રથમ સ્વીકાર કરતે. મારા પ્રિય મિત્ર મારા માટે સદાને વિરોધી બની ગયે.
મારા મિત્રનું આવું વિપરીત વર્તન જોઈને મને મનમાં થયું કે, ખરેખર હવે આ મારા મિત્ર અને શત્રુરૂપેજ નિહાળે છે છતાં અવસર વિના મારે મારા મિત્રને ત્યાગ ન કરે -જોઈએ.
“નિરછનાં મિત્રાળ પ્રાણો માવધિ નિખાલસ સ્નેહ અને નિર્મળ હૃદયવાળા મિત્રને પ્રેમ મૃત્યુ સુધી સ્થાયી રહેનારે હોય છે. ઘણીવાર જન્માક્તરમાં પણ સાથે જ લઈ
" જાય છે.
એ ભવ્યજંતુ ભેળે છે. સરળ છે, મારા ઉપર ઘણે પ્રેમ રાખતે હતે. સદાગમની સેનત પછી મારા ઉપર પ્રેમ રાખતું નથી. એનામાં મેહિત થઈ ગયેલ છે. પણ જ્યારે
સદાગમ ચાલ્યો જશે, એની મિત્રતા છૂટી જશે ત્યારે મારા • ઉપર એને પ્રેમ થશે. પૂર્વની જેમ ફરીથી એ સ્નેહાળ બની જશે આ જાતને વિચાર કરી પૂર્વવત્ એના “હ” નામના ઘરમાં રહેવા લાગે.
પરંતુ એક દિવસે તેણે મારે ખુલ્લે તિરસ્કાર કર્યો. - સદાગમના કહેવાથી બળજબરીએ મારી ગળચી પકડી ઘરની - બહાર ધકકા મારીને કાઢી મૂકો અને મને તરછોડી ભવ્યજંતુ
નિર્વત્તિ નગરીમાં ચાલ્યો ગયો. નિર્વત્તિનગરીમાં અમારા - જેવાઓ માટે જવું તદ્દન અશક્ય છે.